રોમઃ શું તમે ક્યારેય તમારા પાલતું પ્રાણીને કારણે ચર્ચામાં રહ્યા છો?ભાગ્યે જ કોઇ વ્યક્તિ આ સવાલના જવાબમાં હા કહેશે, પણ ઇટાલીની કાઇરાની વાત અલગ છે. ઇટાલીની 22 વર્ષીય કાઇરા ડેલએબેટ બિલાડીઓ પ્રત્યેના પ્રેમના કારણે સતત ચર્ચામાં રહી છે. તમે માનો કે ના માનો, પણ કાઇરાએ બિલાડી જેવી દેખાવા માટે પોતાના શરીરમાં 20થી વધુ મોડિફિકેશન કરાવ્યા છે, અને આ મોડિફિકેશન હજુ ચાલુ જ છે.
બિલાડીપ્રેમી કાઇરાએ પોતાના શરીરમાં 72 જગ્યાએ પિયર્સિંગ પ્રક્રિયા કરાવી છે તો બિલાડી જેવી આંખ માટે કેન્શોપ્લાસ્ટી કરાવી છે. પોતાના હોઠ અને દાંતને પણ રિ-શેપ કર્યા છે. આંખ પરથી અનિચ્છિત ફેટને દૂર કરવા માટે બ્લેફેરોપ્લાસ્ટી કરાવી છે. માથા પર ખાસ ઇમ્પ્લાન્ટસ કરાવ્યા છે. બિલાડીની જેમ દેખાવા માટે તેણે વિવિધ સર્જરી પણ કરાવી છે. કેટલાક ટેટૂ પણ બનાવ્યા છે. કાઇરા પોતાની હેરસ્ટાઇલ અને નખને પણ બિલાડીની જેમ તૈયાર કરે છે, જેથી તેનો લુક બિલાડી જેવો દેખાય.