બિલિયોનેરની ઉદારદિલી

માળીને બનાવ્યો વારસદાર 13 બિલિયન ડોલર આપી દેશે

Monday 08th January 2024 08:13 EST
 
 

બર્નઃ વિશ્વની લક્ઝુરિયસ બ્રાન્ડ્સમાંની એક હર્મેસના સ્થાપક થીયરી હર્મેસના પૌત્ર નિકોલસે પોતાના માળીને દત્તક લેવાનો નિર્ણય લઈને આશ્ચર્ય સર્જ્યું છે. હર્મેસની બ્રાન્ડ વેલ્યુ 220 બિલિયન ડોલર મનાય છે. નિકોલસનો તેમાં છ ટકા હિસ્સો છે તેથી નિકોલસ પાસે લગભગ 13 બિલિયન ડોલર (1.20 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. નિકોલસની ગણના સ્વિત્ઝરલેન્ડના સૌથી ધનિકોમાં થાય છે. 81 વર્ષના નિકોલસે લગ્ન કર્યા નથી અને સંતાન પણ નથી. નિકોલસ આ સંપત્તિનો અડધો હિસ્સો પોતાના 51 વર્ષના માળીને આપી દેવા માગે છે. નિકોલસે આ માટેની કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હોવાનું કહેવાય છે. આ માળીનું નામ જાહેર કરાયું નથી પણ તે મૂળ મોરક્કોનો હોવાનું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter