બુરકિના ફાસોઃ અજાણ્યા બંદૂકધારીઓએ પૂર્વ બુરકિના ફાસોના ઢોરબજારમાં પહેલી જૂને કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ૨૫ જણા માર્યા ગયાં હતાં. આ દેશની ઉત્તરે સન્માટેન્ગા પ્રાંતમાં બનેલા હુમલાના એક અન્ય બનાવમાં એક પરગજુઓના જૂથના અંગરક્ષકો પર થયેલા ગોળીબારમાં પાંચ નાગરિકો અને પાંચ સુરક્ષાકર્મીઓના મોત થયાં હતાં. અસંખ્ય લોકો ગુમ થઈ ગયા છે.
સમગ્ર બુરકિના ફાસોમાં ઈસ્લામી અંતિમવાદીઓ, સ્થાનિક સુરક્ષા જૂથો અને એમની સાથે ટકરાતા લશ્કરને સાંકળતી હિંસાના બનાવો વધી રહ્યા છે. ગયા વર્ષે લગભગ ૨૦૦૦ લોકો માર્યા ગયા હતા.