કરુસી પ્રોવિન્સઃ બુરુંડીના કરુસી પ્રોવિન્સમાં તાજેતરમાં જમીનના ખોદકામ દરમિયાન છ સ્થળેથી ૬૦૩૩ માનવ હાડપિંજર મળી આવ્યાં છે. આ સાથે ગોળીઓ, ચશ્મા કપડાં સહિતની સામગ્રીઓ પણ મળી આવી છે. મળેલા હાડપિંજર અને ચીજોના આધારે જે-તે વ્યક્તિની ઓળખ શોધવાની કામગીરી શરૂ થઈ છે. બુરુંડી સરકારે થોડા વર્ષો પહેલાં સમગ્ર દેશમાં રહેલી ૪૦૦૦ જેટલી સામૂહિક કબરો ખોદવાનો અને મૃતદેહોની ઓળખાણ મેળવવાનો નિર્ણય લીધો હતો જેના માટે ટ્રૂથ એન્ડ રિકોન્સિલેશન કમિશન બનાવાયું છે.
આફ્રિકી દેશ બુરુંડીમાં ૧૯૯૩થી ૨૦૦૫ સુધી સિવિલ વોર થઈ હતી. એક સમજૂતી બાદ ગૃહ યુદ્ધ સમાપ્ત થયું હતું. ધારણા પ્રમાણે સિવિલ વોરમાં ૩ લાખનાં મોત થયાં હતાં.