ઉગાદોગોઃ આફ્રિકન દેશ બુર્કિના ફાસોના સિલગડજી શહેરના ચર્ચમાં ૨૯મી એપ્રિલે ફાયરિંગમાં પાદરી સહિત ૬ લોકોનાં મોત થયાં છે. બે લોકો ગુમ છે. માર્યા ગયેલા લોકોમાં પાદરીના બે પુત્ર પણ છે. પોલીસ મુજબ આ આતંકી હુમલો છે. સાત હુમલાખોર અલગ અલગ બાઇકથી ચર્ચમાં ઘૂસ્યા અને અંધાધૂધ ગોળીબાર કરવા લાગ્યા. હુમલો રવિવારે ત્યારે થયો જ્યારે લોકો પ્રાર્થના પછી ચર્ચમાંથી નીકળી રહ્યા હતા. બુર્કિના ફાસોમાં ૨૦૧૫માં આતંકી હિંસા શરૂ થઈ હતી. ત્યારથી કોઈ ચર્ચ પર આ પહેલો આતંકી હુમલો છે. દેશમાં અન્સુરલ ઇસ્લામ ગ્રૂપ, અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટના આતંકી સક્રિય છે.