જર્મનીનો એક બે વર્ષનો ટેણિયો તેની ચિત્રકળાના કારણે ચર્ચામાં છે. લોરેન્ટ શ્વાર્ઝનું પ્રાણીઓને દર્શાવતું તેનું પેઇન્ટિંગ્સ 7000 ડોલરમાં વેચાયું છે. લોરેન્ટની આર્ટ સફર ગયા વર્ષે પારિવારિક વેકેશન દરમિયાન શરૂ થઈ હતી, જ્યારે તેણે રિસોર્ટના એક્ટિવિટી રૂમમાં કલામાં રસ દાખવ્યો હતો. ઘરે પરત ફર્યા પછી તેનાં માતા-પિતાએ તેને એક આર્ટ સ્ટુડિયો બનાવી આપ્યો છે, અને જાણે તેની કળા ખીલી ઉઠી.