સહુ કોઇના મનમાં એ સવાલો ઘોળાય રહ્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાઇ ગયેલા સુનીતા વિલિયમ્સે ત્યાં શું કર્યું હતું અને રોકાણ અણધાર્યું લંબાઇ જતાં તેમના ભોજનની શું વ્યવસ્થા હતી.
900 કલાક સંશોધન, 150થી વધુ પ્રયોગો કર્યા
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું જાળવણી કાર્ય કર્યું. હાર્ડવેર બદલ્યાં. 900 કલાક સંશોધન કર્યું. 150થી વધુ પ્રયોગો કર્યા. માઇક્રોગ્રેવિટી પ્રવાહી પ્રણાલીઓ, લાંબા મિશન માટે ઇંધણ સેલ રિએક્ટર કેવી રીતે બનાવી શકાય. બાયોન્યુટ્રિઅન્ટ્સ પરનું સંશોધન અવકાશયાત્રીઓની વિટામિન, ખનિજોની જરૂરિયાતોને પૂર્ણ કરવાની રીત બદલી શકે છે.
3 મહિના સુધી તાજાં ફળ-શાકભાજી, પછી પિઝા
સુનિતાએ 3 મહિના સુધી તાજાં ફળો અને શાકભાજીનો ઉપયોગ કર્યો. જ્યારે તે સમાપ્ત થયાં ત્યારે તેઓએ ‘નાસા’ની લેબમાં તૈયાર કરેલું પેક્ડ ફૂડ ખાધું જેમ કે પિઝા, રોસ્ટેડ ચિકન, ઈંડાં. ઝીંગા કોકટેલ, ડ્રાય ફ્રૂટ અને શાકભાજી ખાધાં. નાસ્તામાં દૂધનો પાઉડર અને અનાજ લીધા. આ ફૂડને સ્પેસ સ્ટેશનમાં ગરમ કરવું પડે છે.