બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનો પાકિસ્તાન દ્વારા વિરોધઃ ભારતે ફગાવ્યો

Friday 31st August 2018 08:03 EDT
 

લાહોરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં યોજાયેલી સિંધુ જળસંધિ અંગેની વાટાઘાટો ૩૦મી ઓગસ્ટે પૂરી થઇ હતી. આ ચર્ચામાં પાકિસ્તાને ચેનાબ નદી પર ભારતના બંધાઇ રહેલા બે હાઇડ્રોપાવર અંગે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ વિરોધને ફગાવી દીધો હતો. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર બન્યા બાદ પ્રથમ વાર યોજાયેલી મંત્રણા બાદ પાકિસ્તાનના વોટર કમિશનરે જણાવ્યું હતું કે આ મુદ્દે કોઇ નિવેદન પ્રસિદ્ધ નહીં થાય. આ સંવેદનશીલ મુદ્દો છે અને વિદેશ મંત્રાલય નિવેદન આપશે.

ભારતે પાકિસ્તાનો વિરોધ ફગાવી બંને હાઇડ્રોપાવર સ્ટેશનનું બાંધકામ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ફોરમમાં ફરિયાદ કરશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

પાકિસ્તાને ભારતને પાકલ ડુલ નદી પરના ડેમની ઊંચાઇ પાંચ મીટર ઓછી રાખવા વિનંતી કરી હતી. ભારતે ૪૦ મીટર ઊંચાઇ યથાવત રાખવા જણાવ્યું હતું અને તે માટે ટેકનિકલ પાસા રજૂ કર્યા હતા. પાકિસ્તાને કાલાનલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં પણ ટેકનિકલ વાંધા કાઢી વિરોધ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter