વાર્સોઃ પોલેન્ડના ઓનલી વન ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક સ્તરે પ્રથમ વખત વ્હીલચેરમાં ફરતી યુવતીઓ માટે બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલેન્ડના વોર્સો શહેરમાં આ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં બેલારૂસની એલેકઝાન્ડ્રા ચિચિકોવા પ્રથમ મિસ વ્હીલચેર વર્લ્ડ બની હતી. આ સ્પર્ધામાં સાઉથ આફ્રિકાની લેબોહેન્ગ મોન્યાત્સી ફર્સ્ટ રનર અપ અને પોલેન્ડની એડિયાના ઝાવાઝિન્સ્કા સેકન્ડ રનર અપ બની હતી. અપંગ અને વ્હીલચેર દ્વારા ફરતી યુવતીઓ પણ સુંદર હોય છે એની નોંધ લેવાય અને આ પ્રકારની યુવતીઓ પણ ગૌરવ અનુભવી શકે એ હેતુથી આ બ્યુટી કોન્સ્ટેસ્ટનું આયોજન કરાયું હોવાનું ઓનલી વન ફાઉન્ડેશન દ્વારા જણાવાયું છે.