મેદુગુરીઃ ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં સરકાર સમર્થક દળોએ બોકોહરામના આતંકીઓ સામે લડીને તાજેતરમાં અંદાજે ૯૦૦ બાળકોને તેમના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. યુએન દ્વારા જારી એક નિવેદનમાં આ જણાવ્યું છે. ૧૦૬ બાળકીઓ સહિત ૮૯૪ બાળકોને સરકાર સમર્થિત સિવિલિયન જોઇન્ટ ટાસ્ક ફોર્સ (સીજેઆઇએફ) દ્વારા છોડાવાયા છે. યુએનની બાળકોની એજન્સી યુનિસેફે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં આવેલા મેદુગુરીમાં સીજેટીએફના પ્રયત્નોને કારણે ૮૯૪ બાળકોને મુક્તિ મળી છે.