બ્રાઝિલિયાઃ રણની વચ્ચે વસેલા યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં ફરારી વર્લ્ડ છે તો ચીનમાં ડુઅર્ફ એમ્પાયર. આ જ પ્રમાણે, આર્જેન્ટિનામાં તમે ધ રિપબ્લિક ઓફ ચિલ્ડ્રનમાં જઈને અનહદ આનંદ માણી શકો છો. જોકે, બ્રાઝિલ હવે આનંદનો એક નવું પરિમાણ આકાર લઇ રહ્યું છે. બ્રાઝિલમાં એક રસપ્રદ પાર્ક સાકાર થઇ રહ્યું છે, જેની થીમ છે સેક્સ. આ ઇરોટિકલેન્ડ પાર્કમાં ફક્ત વયસ્કોને જ એન્ટ્રી મળશે. આ પાર્ક પિરાસિકાબા સિટીમાં બનવા જઈ રહ્યો છે, જે ૨૦૧૮માં ખુલી જશે.
અલબત્ત, આ પાર્કના વિરોધમાં ધરણાં-પ્રદર્શનો પણ શરૂ થઈ ગયા છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે, આ પ્રકારના પાર્કથી ખોટો મેસેજ જશે. પિરાસિકાબા સિટી કાઉન્સિલના મેમ્બર મેથ્યુઝ અર્લરે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ને જણાવ્યું હતું કે, તેઓ નથી ઇચ્છતા કે આ શહેરની ઓળખ સેક્સ કેપિટલ તરીકે બને. આ પાર્કમાં એન્ટ્રી લેવા માટે ૧૦૦ ડોલર ખર્ચ કરવા પડશે. અહીંયા ૭-ડી સિનેમાની સુવિધા હશે અને તેની સીટો વાઇબ્રેટર ધરાવતી હશે. અહીં ન્યૂડિસ્ટ પૂલ હશે અને તેની સાથે સેક્સ પ્લે ગ્રાઉન્ડ પણ હશે. અહીં મોટી મોટી કાર પણ લીંગના આકારની હશે. અહીં સ્નેક બાર હશે જેમાં કામોત્તેજક ચીજો મળશે. જોકે, પ્રવાસીઓ પાર્કની અંદર સેક્સની અનુભૂતિ કરી શકશે નહીં.
આ પ્રોજેક્ટના વડા માઉરો મોરાટાએ જણાવ્યું હતું કે, જો લોકોએ સેક્સ માણવું હશે તો તેમણે મોટેલમાં જવું પડશે. અહીંયા બીજી પણ ઘણી સુવિધાઓ હશે. અહીંયા હેલ્થ અને સુરક્ષિત સંભોગ અંગે જાણકારી આપવામાં આવશે. અહીંનો સ્ટાફ કોન્ડોમના પ્રયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરશે. આ સાથે જ, લોકોને સેક્સુઆલિટીના ઇતિહાસ વિશે પણ જાણકારી આપવામાં આવશે.