ઢાંકાઃ બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટે ૨૦૦૪માં બ્રિટિશ રાજદૂત પર થયેલા હુમલામાં ત્રણ આતંકીઓની ફાંસીની સજા યથાવત રાખી છે. તેમાં આતંકી સંગઠન હરકત-ઉલ-જિહાદ અલ ઇસ્લામી (હુજી)ના પૂર્વ કુખ્યાત મુફતી હન્નાન અને તેના બે આતંકી પઠણ સામેલ છે. આ બધા રાષ્ટ્રપતિ પાસે દયા અરજી આપી શકે છે.
બાંગ્લાદેશમાં બ્રિટિશ રાજદૂત પર ૨૧ મે ૨૦૦૪ના રોજ હુમલો થયો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૫૦ લોકો ઘવાયા હતા. ૨૦૦૮માં હન્નાન તથા તેના સાથીઓને નીચલી અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. હન્નાને તેને પડકારી હતી. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ સુરેન્દ્ર કુમાર સિંહાની અધ્યક્ષતાવાળી બેન્ચે હન્નાની અરજી ફગાવી તેની ફાંસીની સજા યથાવત રાખી છે.