ભારત-ચીન સંઘર્ષનો ચીનના દુશ્મન દેશ તાઈવાને આનંદ લીધો છે. તાઈવાન પોતાની માલિકીનું હોવાનું ગાણું ચીન વર્ષોથી ગાય છે. આથી તાઈવાનને ચીન પ્રત્યે પહેલેથી નફરત છે. ભારતે ચીનને પાઠ ભણાવ્યા બાદ એ નફરત એક તસવીર દ્વારા વ્યક્ત થઈ હતી અને સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ હતી. ‘તાઈવાન ન્યુઝ’ વેબસાઈટે ભગવાન શ્રી રામ ડ્રેગનનો વધ કરતા હોય એવું ગ્રાફિક રજૂ કર્યું હતું. આ તસવીરને તાઈવાન ન્યુઝે ‘ફોટો ઓફ ધ ડે’ તરીકે ગણાવતા લખ્યું હતુંઃ ડ્રેગનને ભગવાન રામ ભારે પડ્યાં.