નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. લીકર બિઝનેસમેનને ત્રણ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપનીમાં કોઈ પદ પર રહેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેબીએ માલ્યાના તમામ શેર, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ સહિત તમામ સિક્યોરિટીઝ હોલ્ડિંગને ફ્રીઝ કરવાનો આદેશ કર્યો છે.