ભાજપ વિશ્વમાં સૌથી મહત્ત્વપૂર્ણ રાજકીય પક્ષઃ વોલ સ્ટ્રીટ જર્નલ

Saturday 01st April 2023 04:30 EDT
 
 

વોશિંગ્ટન: વિખ્યાત અમેરિકન અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ પોતાના એક ઓપિનિયન આર્ટિકલમાં દાવો કર્યો છે કે ભાજપ દુનિયાનો સૌથી મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રાજકીય પક્ષ છે. લેખમાં કહેવાયું છે કે અમેરિકાના હિતોની દૃષ્ટિએ દુનિયામાં ભારતની ભારતીય જનતા પાર્ટી સૌથી મહત્ત્વપૂર્ણ વિદેશી રાજકીય પાર્ટી છે.
વોલ્ટર રસેલ મિડ દ્વારા લખાયેલા લેખમાં કહેવાયું છે કે કદાચ આ પાર્ટી વિશે દુનિયામાં સૌથી ઓછું જાણવામાં આવ્યું છે. 2014 અને 2019માં સતત જીત બાદ ભાજપ 2024માં પણ જીત તરફ આગળ વધી રહી છે. સાથે જ ભારત પણ મોટી આર્થિક શક્તિ બની રહ્યું છે. જેનાથી જાપાની સાથે આ દેશ પણ ઇન્ડો-પેસિફિક રિઝનમાં અમેરિકાની નીતિની ધરી બની ગયો છે. લેખમાં કહેવાયું છે કે ભારતમાં કરશે અને તેની મદદ વિના અમેરિકાના ચીનની વધતી શક્તિને સંતુલિત કરવાના તમામ પગલાં નબળાં રહેશે.
ભાજપમાં દરેક દેશની પાર્ટીના ગુણ
લેખમાં કહેવાયું છે કે, ભાજપ દુનિયામાં ખૂબ ઓછી જાણીતી છે, કારણ કે તેના ઉત્થાન સાથે જોડાયેલ રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસથી મોટાભાગના બિન-ભારતીયો અજાણ જ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ બ્રધરહૂડની જેમ જ ભાજપ પણ પશ્ચિમી ઉદારવાદના ઘણાં વિચારોને નકારે છે, જ્યારે આધુનિકતાના બીજા મહત્ત્વના માપદંડોને અપનાવે છે. ભાજપ એક અબજ કરતા વધારે વસતી ધરાવતા દેશને વૈશ્વિક મહાશક્તિ બનાવવા માગે છે. ઇઝરાયલની લિકુડ પાર્ટીની જેમ ભાજપ બજાર સમર્થક આર્થિક અભિગમ રાખે છે. પરંતુ લોકપ્રિય અને પરંપરાગત મૂલ્યો સાથે પછી ભલેને તેના માટે તેણે તેવા લોકોની નારાજગી કેમ ન વેઠવી પડે જે તેની નીતિઓનું સમર્થન નથી કરતા.
આરએસએસ વિશ્વનું શક્તિશાળી સંગઠન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) હવે કદાચ દુનિયાનું સૌથી શક્તિશાળી નાગરિક સમાજ તેના ગ્રામીણ અને શહેરી વિકાસ કાર્યક્રમ ધાર્મિક શિક્ષા તેના પુન:જીવન સાથે કાર્યક્રમ અને નાગરિકોની હજારો સ્વયંસેવક અલગ-અલગ ક્ષેત્રોથી આવે છે અને એક રાજકીય ચેતના બનાવે છે. તે દુનિયાના કરોડો લોકોની ઊર્જા પર કેન્દ્રિત હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter