બહરીન: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેરિન યાત્રા દરમિયાન ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું કે, ભારત હાલ સંકટમાં છે અને વિદેશમાં વસતા ભારતીયોએ દેશની મદદ માટે અને સેવા માટે આગળ આવવું જોઈએ. બહેરીનમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા.
રાહુલે કહ્યું કે, ભારતમાં હાલ રોજગારીની સમસ્યા સૌથી મોટી છે. દેશમાં આઠ વર્ષમાં રોજગારીનો દર સૌથી નીચો ગયો છે. હું અહીંયા તમારી મદદ માગવા માટે આવ્યો છું. એનઆરઆઈ દ્વારા દેશવાસીઓને મદદ કરવાનો આ મોટો અવસર છે. આપણે ગુસ્સાનો મજબૂતીથી સામનો કરવાનો છે જેથી દેશની સ્થિતિ સુધારી શકાય.
ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પિપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ૫૦ દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ રાહુલ ગાંધીનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો.