અમેરિકા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘મહાન નેતા’ કહ્યા હતા તો મોદીએ પણ વળતા જવાબમાં કહ્યું હતું કે, ‘મિત્ર ટ્રમ્પને મળીને હું ઘણો જ ખુશ થયો છું.’ બન્ને નેતાઓની બેઠક બાદ ટ્રમ્પે દ્વિપક્ષીય કરારો સહિતની જાહેરાત કરીને ભારતને ઢગલાબંધ ફાયદો કરાવ્યો હોવાના સંકેત આપ્યા હતા. પરંતુ હકીકત એ છે કે આ મુલાકાત પૂર્વે જ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ (ટેરિફ વસૂલો એટલો ચૂકવો) નીતિ જાહેર કરીને ભારત માથે ટેરિફની તલવાર લટકાવી દીધી છે. (વિશેષ અહેવાલઃ વાંચો ગુજરાત સમાચાર અંક 22 ફેબ્રુઆરી 2025 - પાન 16 અને 17)