નવી દિલ્હી: નેપાળ-ભારતના સરહદી ક્ષેત્રોમાં સેંકડોની સંખ્યામાં નવી મસ્જિદો અને મદરેસા માટે પાકિસ્તાન, તુર્કી અને કતારમાંથી કરોડો રૂપિયાનું ફંડ આપવામાં આવી રહ્યું છે.
ભંડોળનો ઉપયોગ ધર્મપરિવર્તન, મસ્જિદ અને મદરેસા બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે માત્ર બે વર્ષની અંદર નેપાળમાં પાકિસ્તાન, તુર્કી અને કતાર જેવા દેશોમાંથી 500 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર-2020માં તુર્કી અને કતારમાંથી રૂ. 350 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2021માં મદરેસા માટે 25 કરોડ રૂપિયા પાકિસ્તાનમાંથી મળ્યા હતા. જ્યારે કતારે 90 લાખ રૂપિયા જાન્યુઆરી 2021માં આપ્યા હતા. ફેબ્રુઆરી 2020માં એક ઈસ્લામિક સંગઠને 100 કરોડ રૂપિયાનું ભંડોળ આપ્યું હતું.
વિદેશી ફંડિગની સાજિશ મુદ્દે એક ભારતીય ચેનલની ટીમ નેપાળ સરહદે પહોંચી હતી. જેમાં કપિલવસ્તુમાં જગ્યાએ જગ્યાએ મોટી મસ્જિદો અને મદરેસા જોવા મળ્યા હતા. આ ઉપરાંત નેપાળની અંદર પણ આ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. જેમાં અમુક સ્થળે એક ગામમાં ચાર ચાર મદરેસા બન્યા છે. ગામમાં સરકારી શાળાઓ હોવા છતાં પણ મદરેસામાં જ બાળકોને ભણાવવામાં આવે છે.