વોશિંગ્ટનઃ પાકિસ્તાન દ્વારા ભારતમાં હુમલા કરવા માટે ભારત વિરોધી આતંકી સંગઠનોને હજી પણ ટેકો આપવાનું ચાલુ જ છે તેમ અમેરિકાના સાંસદ અને થિંક ટેન્કનાં અગ્રણી બિલ રોગીઓએ ચોથીએ જણાવ્યું હતું. પાકિસ્તાન દ્વારા તેનાં પ્રભાવ માટે કોઈ કિંમત ચૂકવવામાં આવી નથી તેમ બિલ રોગીઓએ કહ્યું હતું. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝનાં અગ્રણી બિલ રોગીઓએ કહ્યું હતું કે, પાકિસ્તાન જેવા દેશો દ્વારા પ્રેરિત આંતકનો સામનો કરવાનું આપણે સૌએ ચાલું જ રાખવું પડશે અને આકરા નિર્ણયો લેવા પડશે.