નવીદિલ્હીઃ વાવાઝોડું ‘ઇરમા’થી અસરગ્રસ્ત સેંટ માર્ટિન ખાતેથી ૧૭૦ જેટલા ભારતીયોને ખસેડાયા છે અને ભારત સરકાર દ્વારા વિશેષ ચાર્ટર્ડ વિમોનોમાં કેરેબિયન ટાપુ કુરાકાઓ પર લવાયા છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, વેનેઝુએલામાં ભારતીય રાજદૂત રાહુલ શ્રીવાસ્તવે એવી માહિતી આપી છે કે ભારતીયોની સાથે અન્ય ૬૦ લાખોને પણ ખસેડવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ૧૨મીએ રાતે કરેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે, ૧૧૦ ભારતીય અને ભારતીય મૂળના અન્ય લોકોને સેંટ માર્ટિનથી કુરાકાઓમાં લવાયા હતા. ૧૩મીએ કરેલી અનેક ટ્વિટ્સમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, ૬૦ ભારતીયો સાથેના બીજા વિમાને પણ કુરાકાઓમાં ઉતરાણ કર્યું હતું. વિદેશ પ્રધાને માઇ કોબ્લોગિંગ સાઇટ પર જણાવ્યું હતું કે રાહુલ શ્રીવાસ્તવે એવી માહિતી આપી છે કે સેંટ માર્ટિનથી ૬૦ ભારતીય અને અન્ય ૩૦ લોકો સાથેની બીજા ભારતીય વિમાને પણ કુરાકાઓમાં ઊતરાણ કર્યું હતું.