ઇસ્લામાબાદઃ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે કાશ્મીર અંગે નિવેદન આપીને વિવાદને નોતર્યો છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીરને યુદ્ધ કરીને ક્યારેય હાંસલ નહીં કરી શકે. સાથે જ બન્ને દેશો વચ્ચેની દુશ્મનીના માહોલમાં આ મુદ્દાનો ઉકેલ નહીં આવે. આ મામલે માત્ર ભારત સાથે વિશ્વાસ હાંસલ કરીને જ આગળ વધારી શકાશે. હિના રબ્બાનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કાશ્મીર મુદ્દે વાતચીત જ એક માત્ર રસ્તો છે. તેના નિવેદને પાકિસ્તાનમાં હોબાળો મચાવ્યો છે.