ભારત સાથે યુદ્ધાભ્યાસથી ઓસીને ચીની ધમકી

Tuesday 10th November 2020 14:56 EST
 
 

બેઇજિંગઃ ઓસ્ટ્રેલિયાએ ભારત, અમેરિકા અને જાપાનની સાથે મલબાર નૌકાદળ યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હોવાથી ચીને ઓસ્ટ્રેલિયાને ધમકી આપી કે, જો ઓસ્ટ્રેલિયા, અમેરિકન વહીવટીતંત્રની ‘બદમાશ ગેંગ’નો સતત ભાગ રહેશે તો ઓસ્ટ્રેલિયાને આર્થિક નુકસાન થશે. ચીનમાં સામ્યવાદી પક્ષના મુખપત્ર ચાઈના ડેઇલીમાં મલબાર યુદ્ધાભ્યાસના ભાગરૂપે ચીનના દરવાજે આક્રમક રીતે યુદ્ધજહાજો મોકલવા બદલ ઓસ્ટ્રેલિયાની સરકારને ઠપકો અપાયો હતો. આ અખબારમાં હતું કે, અમેરિકાનાં કાવતરાને પાર પાડવામાં ઓસ્ટ્રેલિયા સાથ આપશે તો પણ ઓસ્ટ્રેલિયાને કંઈ નહીં મળે એ ઓસી સરકારે સમજવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter