વિયેનાઃ ભારત સરકારના વિદેશમંત્રી એસ. જયશંકરે પશ્ચિમી દેશોના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે યુરોપના દેશોએ ગયા ફેબ્રુઆરી 2022માં ભારતની સરખામણીમાં રશિયા પાસેથી છ ગણા વધારે ઈંધણની આયાત કરી છે. બે દેશોની પોતાની યાત્રાના બીજા તબક્કામાં સાઇપ્રસથી ઓસ્ટ્રિયાના વિયેના પહોંચેલા જયશંકરે કહ્યું હતું કે ભારતને પણ ઇંધણની જરૂર છે. જયશંકરે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ક્રૂડ ઓઇલ માટે ઊંચી કિંમતો આપી શકવાની સ્થિતિમાં અમે નથી.