ભારતના 6 પાડોશી દેશોમાં અશાંતિઃ પડકારોની સાથે ચીની દખલ વધી રહી છે

Saturday 10th August 2024 06:13 EDT
 
 

પડોશી દેશોમાં પ્રવર્તતા રાજકીય માહોલ અને શાસકોની નીતિરીતિએ ભારતની ચિંતામાં વધારો કર્યો છે. 

• પાકિસ્તાનઃ વર્તમાન શાહબાઝ શરીફ સરકાર આર્મીના ઈશારે ભારતવિરોધી એજન્ડા પર કામ કરી રહી છે. ચીન પાક.ને હથિયારો પૂરાં પાડે છે અને એ હથિયારો પછી આતંકવાદીઓને સોંપી દેવાય છે.
• ચીનઃ વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત માટે કૂટનીતિક, વ્યૂહાત્મક મુશ્કેલીઓ વધારી રહ્યા છે. આર્થિક રીતે ભારતની પ્રગતિ રોકવા માટે આંતરરાષ્ટ્રીય મંચે પર વિરોધી વલણ અપનાવે છે.
• શ્રીલંકાઃ વિક્રમાસિંઘેની સરકાર ચીન સમર્થક છે. ચીનનાં જાસૂસી વહાણો ત્યાંથી લંગર નાખીને આપણી દરિયાઈ સરહદના મેપિંગનું કામ કરે છે.
• નેપાળઃ ઓલીની ચીન પરસ્ત કમ્યુનિસ્ટ સરકાર, ચીન સાથે ભારતવિરોધી અનેક નવા કરારો કર્યા.
• મ્યાનમારઃ ચાર વર્ષથી સૈન્ય સરકાર છે. ચીન સમર્થક. પૂર્વોત્તરમાં અલગતાવાદીઓ રોહિંગ્યાઓને સમર્થન.
• બાંગલાદેશઃ સેના સમર્થિત સરકાર રચાશે તો ચીન સાથેના સંબંધો વધશે. હિન્દુઓ પર હુમલા વધશે. બાંગ્લાદેશમાં 92 ટકા મુસ્લિમ છે જ્યારે લગભગ 8 ટકા હિન્દુ છે. 1977માં બાંગ્લાદેશની રચના સમયે ત્યાં 18 ટકા હિન્દુ હતા.વ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter