નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ૨૧મી નવેમ્બરે આતંકવાદી જૂથો અંગે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતમાંથી અત્યાર સુધીમાં ૨૩ જેહાદી આતંકી સંગઠન આઇએસઆઈએસ માટે લડવા સિરિયા ગયા છે, પણ આ સંગઠન ભારત અને દક્ષિણ એશિયામાંથી આવેલા જેહાદીઓને ઉતરતી કક્ષાના લડાકુ માને છે.
ઇરાકના મોટા વિસ્તાર પર કબજો જમાવીને બેઠેલું આઇએસઆઇએસ માને છે કે, ભારતનો ઇસ્લામ જેહાદની પ્રેરણા આપતો નથી. વાસ્તવમાં ભારત, પાક. અને બાંગ્લાદેશમાં જે ઇસ્લામ ભણાવાય છે તેને આઇએસઆઇએસ કુરાન અને હદીસના મૂળ શિક્ષણ કરતા અલગ ગણે છે માટે
અહીંના મુસલમાન સલાફી જેહાદ તરફ વળતા નથી. તેવું સંગઠન માને છે.
આ કારણે જ આ દેશોના જેહાદીઓ સાથે આતંકી સંગઠન હલકા દરજ્જાના જેવો વ્યવહાર કરે છે. નોંધનીય છે કે ભારતમાંથી આઈએસઆઈએસમાં જોડાયેલાં ૬ જેહાદીઓના સિરિયામાં તાજેતરમાં જ મોત થઈ ગયા હતા.