દુબઈ: બ્રોડ વે બેકરીએ વિશ્વની સૌથી મોંઘી ખાઈ શકાય તેવી કેક બનાવી હોવાનો દાવો કર્યો છે. ૪૦,૦૦૦ ડોલર એટલે કે અંદાજે અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર કરાયેલી આ કેકને બેક કરવા ૧૨૦૦ માણસોએ કલાકો સુધી મહેનત કરી છે.
૫૪ કિલોની આ ખાઈ શકાય તેવી કેકને ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભારતીય ટચ અપાયો છે. આ કેક બનાવનારા આર્ટીસ્ટે ‘દંગલ’માં ફોગટની યુવાન પુત્રીઓ ગીતા અને બબીતા એક કામચલાઉ અખાડામાં દંગલની પ્રેક્ટિસ કરે છે એ દૃશ્ય કંડાર્યું છે. આ કેક ૧૦૦ ટકા ખાઈ શકાય તેમ છે અને આરામથી ૨૪૦ લોકોને પીરસી શકાય છે. બ્રોડવે બેકરીએ કહ્યું હતું કે, ગ્રાહકની ઈચ્છા હતી કે કેકને શણગારવા સોનાનો ઉપયોગ કરાય તેથી અમે દરેક મેડલને ૭૫ ગ્રામ ખાઈ શકાય તેવા સોનાનો વરખ ચડાવ્યો છે.