આઈએમએફમાં ઐતિહાસિક ફેરફારો કરાયા હોવાને કારણે ભારત, ચીન તેમજ અન્ય ઉભરતાં અર્થતંત્રોને વધારે મતદાન હક્કો મળશે. આઈએમએફ દ્વારા તેના લાંબા ગાળાથી પડેલા ક્વોટા રિફોર્મ્સમાં સુધારો કરાયો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)માં ચાર ઉભરતાં અર્થતંત્રો ભારત, ચીન, બ્રાઝિલ અને રશિયાને ૧૦ ટોચના દેશોમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત ક્વોટાનો ૬ ટકાનો હિસ્સો ઉભરતાં અર્થતંત્રો અને વિકસિત અર્થતંત્રોને ફાળવવામાં આવ્યો છે. ક્વોટા સિસ્ટમમાં સુધારાનો મુદ્દો આઈએમએફમાં અનેક વર્ષોથી પડતર પડી રહ્યો હતો. વર્ષ ૨૦૧૫માં યુએસ સંસદ દ્વારા તેને મંજૂરી અપાઈ હતી. ૨૦૧૦ના ક્વોટા ગવર્નન્સ રિફોર્મ્સને આઈએમએફ બોર્ડ ઓફ ગવર્નર્સે ડિસેમ્બર વર્ષ ૨૦૧૦માં મંજૂરી આપી હતી. આઈએમએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક ઐતિહાસિક સુધારો છે.