યુનાઈટેડ નેશન્સઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલા નાયબ કાર્યકારી નિયામક પદ પર ભારતીય અનિતા ભાટિયાને નિયુક્ત કર્યાં છે. આ એજન્સી વૈશ્વિક સ્તરે મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા માટે કામ કરે છે. ભાટિયાએ કોલકાતા યુનિવર્સિટીમાંથી ઈતિહાસ વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે યેલ યુનિવર્સિટીમાંથી રાજનૈતિક વિજ્ઞાનમાં માસ્ટર્સ ઓફ આર્ટ્સ અને જોર્જટાઉન યુનિ.માંથી ડોક્ટર ઈન લોની ડિગ્રી મેળવી હતી. ૩૧૦મી મેએ સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા અને યુએન વિમેન દ્વારા આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા. ભાટિયાએ વિશ્વ બેંક સમૂહ માટે પણ ઘણું કામ કરેલું છે. વિશ્વ બેંક સમૂહમાં તેમણે મુખ્યાલયથી લઈને ફિલ્ડમાં વિભિન્ન વરિષ્ઠ નેતૃત્વ અને વહીવટી કક્ષાએ કામ કરેલું છે.