ટેક્સાસઃ વિશ્વભરમાં કોરોનાની સારવાર માટે રસી-દવાઓ શોધાઈ રહી છે ત્યારે ફ્રીસ્કો, ટેક્સાકમાં રહેતી ૧૪ વર્ષીય ભારતીય અમેરિકન અનિકા ચેબરોલુ પણ કોરોનાની સારવાર માટેની મેડિકલ શોધમાં મદદરૂપ થવાની છે. અનિકા વર્ષ ૨૦૨૦ની ૩M યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જની વિજેતા છે અને તેને ૨૫ હજાર અમેરિકન ડોલરનું ઈનામ પણ અપાશે. અનિકાની આ શોધ કોવિડ-૧૯ની થેરપી શોધવામાં નોંધપાત્ર પગલું સાબિત થઈ શકે.
સીએનએનના અહેવાલો પ્રમાણે, અનિકાની શોધથી સિલિકોનો મેથોડોલોજીનો ઉપયોગ કરી મોલેક્યુલ તૈયાર થઈ શકે છે જેનાથી SARS-CoV-2ના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય છે. અહેવાલો અનુસાર અનિકાએ એવા અણુની શોધ કરી છે જે SARS-CoV-2ના સ્પાઇક પ્રોટીનને પસંદ કરે છે. આ વાઈરસ પ્રોટીનને બાંધવા અને રોકવા સંભવિત રીતે સેલમાં વાઈરસના પ્રવેશને રોકી શકે છે. પોતાની શોધ માટે અનિકાએ અનેક સોફ્ટવેર ટુલ્સનો ઉપયોગ કરીને સ્પાઇક પ્રોટીનની વિરુદ્ધ ડ્રગ-ઈક્વેશન, એડીએમઈટી અને બાધ્યકારી ગુણો માટે લાખો નાના અણુઓની તપાસ કરી છે. SARS-CoV-2 વાઈરસના સ્પાઇક પ્રોટીન માટે સૌથી સારી ઔષધીય અને જૈવિક ગતિવિધિ વાળા એકે અણુને મુખ્ય અણુના રૂપમાં પસંદ કરાતો હતો, જે COVID-૧૯ રિલીઝ નોટ માટે પ્રભાવી ઉપચાર માટે એક સંભવિત દવા હોઈ શકે છે.
નોંધનીય છે કે, અનિકાએ પોતાનો પ્રોજેક્ટ તે જ્યારે ધોરણ-૮માં હતી ત્યારે સબમિટ કર્યો હતો, પરંતુ તે હંમેશા કોવિડ-૧૯ની સારવાર શોધવા માટે હંમેશા ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. અનિકાએ પોતાની શોધ માટે કહ્યું છે કે, મને આશા છે કે મારા આ સંશોધનથી કોરોના વાઈરસના સંક્રમણ ફેલાવા પર કાબૂ મેળવી શકાશે અને થોડાક સમયમાં જ પહેલા જેવું સામાન્ય જીવન આપણે ફરી જીવી શકીશું.