ભારતીય દંપતી અને પૌત્રનાં મોત માટે ભારતીય ચોર જવાબદાર

Friday 17th May 2024 13:00 EDT
 
 

ટોરોન્ટોઃ કેનેડામાં તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્રના મોત માટે દારૂની દુકાનમાંથી દારૂની ચોરી કરનાર ભારતીય મૂળનો 21 વર્ષીય યુવાન ગગનદીપ સિંહ જવાબદાર હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. ચોરી કરીને નાસી રહેલો ગગનદીપ રોંગ સાઈડમાં વાહન ચલાવીને પોલીસથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચેન્નઈના મણિવન્તન શ્રીનિવાસપિલ્લાઈ (60), મહાલક્ષ્મી અનંતકૃષ્ણન્ (55) અને ત્રણ માસના પૌત્ર આદિત્ય વિવાનનું મોત થયા હતા. બાળકના માતાપિતા ગોકુલનાથ (33) અને અશ્વિતા જવાહર (27) બચી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter