ભારતીય દીપક પઢિયારની ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનના કાર્યાલયમાં નિમણૂક

Wednesday 07th March 2018 07:48 EST
 
 

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય દીપક પઢિયારની ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે તેમના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રાઈમ મિનિસ્ટર અને કેબિનેટ હેઠળ આવતી સંસ્થા ઓસ્ટ્રેલિયન એડમિનિસ્ટ્રેટિવ ટ્રીબ્યુનલમાં ઓસ્ટ્રેલિયન પબ્લિક સર્વિસ (એપીએસ)ના અધિકારી - ટ્રીબ્યુનલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. એએટી કોમનવેલ્થ કાયદા હેઠળ કરાયેલા વહીવટી નિર્ણયોની સ્વતંત્ર ગુણવત્તા સમીક્ષાનું સંચાલન કરે છે અને ઓસી સરકારના પ્રધાનો, વિભાગો અને એજન્સીઓએ કરેલા નિર્ણયોની સમીક્ષા કરે છે. ઉપરાંત રાજ્ય સરકાર, બિન-સરકારી સંસ્થાઓ અને એએટી નોર્ફોક ટાપુ કાયદા હેઠળ લેવાયેલા નિર્ણયોની પણ સમીક્ષા કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter