શારજાહઃ મિનેકમાંથી બિઝનેસમેન બનેલા મૂળ ભારતીય જ્યોર્જ વી. નેરીઆપર્મ્બિલ દ્વારા બુર્જ ખલીફામાં ૨૨ એપાર્ટમે્ટ ખરીદવામાં આવ્યા છે. બુર્જ ખલીફા વિશ્વનું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ છે. અને દુબઈના પોશ વિસ્તારમાં આવેલું છે. જ્યોર્જ કહે છે કે જો તેમે આવા બીજા અપાર્ટમેન્ટ સારી કિંમતમાં મળશે તો તેઓ વધુ અપાર્ટમેન્ટ ખરીદવા ઉત્સુક છે. તેઓ સારો સોદો ખશે તો વધુ અપાર્ટમેન્ટ ખરીદવાનું ચાલુ રાખશે. જ્યોર્જે કહ્યું કે હતું કે તેમના સપનાં જોવા એને તેને સાકાર કરવાનો શોખ છે. તેઓ ક્યારેય સપનાં જોવાનું કે તેને સાકાર કરવાનું બંધ કરશે નહીં. કોરિયામાં જન્મેલા જ્યોર્જ બુર્જ ખલીફામાં અપાર્ટમેન્ટ ખરીદનાર સૌથી મોટાભાઈ વેટ માલિક છે. એક ૮૨૮ મીટરનાં બિલ્ડિંગ માટે તેમનાં સગાઓએ તેમને હેરાન કરતાં પ્રોપર્ટી ખરીદવા પ્રત્યેની ભૂખ વધી હતી. મારાં સગા મારી મશ્કરી કરતા કે, આ બુર્જ ખલીફા છે તું તેમાં પ્રવેશ કરી શકીશ નહીં. ૨૦૧૦માં તેણે બુર્જ ખલીફામાં મકાન ભાડે આપવાની જાહેરાત જોઈ અને તરત જ તેમણે એપાર્ટમેન્ટ ભાડેથી લીધું. થયું અને બીજા દિવસે જ તેમાં રહેવા ગયા હતા.
છેલ્લાં છ વર્ષમાં તેમણે ૯૦૦માંથી ૨૨ અપાર્ટમેન્ટ ખરીદ્યા છે જેમાંથી ૬ ભાડે આપ્યા છે. બાકીના માટે યોગ્ય અને સારા ભાડુઆતની શોધ ચાલી રહી છે. ૧૯૭૬માં તેઓ પહેલી વાર ગલ્ફના શારજાહમાં રહેવા આવ્યા હતા. આ ગરમ પ્રદેશમાં એરકન્ડિશન્ડનો બિઝનેસ વધુ સારો અને નફાકારક હોવાનું તેમણે કહ્યું હતું.