ભારતીય શિક્ષિકા ચીનમાં રહસ્યમય ખતરનાક વાઈરસનો ભોગ બની

Wednesday 22nd January 2020 05:43 EST
 

બૈજિંગઃ ચીનમાં રવિવારે જીવલેણ કોરોના વાઈરસના ૧૭ નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ૩ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ તમામ કેસ ચીનના લુહાન શહેરમાં પ્રકાશમાં આવ્યા છે. બીજી તરફ ચીનનાં શેન્ઝેનવની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ભારતીય મહિલા પ્રીતિ મહેશ્વરી ખતરનાક વાઈરસનો ભોગ બનનાર પ્રથમ વિદેશી નાગરિક છે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. શુક્રવારે તે ગંભીર રીતે માંદગીમાં પટકાઈ હતી. તેના પતિ આયુષ્યમાન કોવાલે કહ્યું કે તે વાઈરસનો ભોગ બની હોવાની તબીબોએ પુષ્ટી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter