નવી દિલ્હીઃ ભારતીય સશિ ચેલિયાએ ઓસ્ટ્રેલિયાના ટીવી શો ‘માસ્ટર શેફ’નો ખિતાબ જીત્યો છે. ૩૯ વર્ષીય ચેલિયા તમિલનાડુના મદુરાઈના છે. તેમના દાદા-દાદી મદુરાઈથી સિંગાપોર સ્થાયી થયા હતા. ચેલિયાનો જન્મ અને ઉછેર સિંગાપોરમાં જ થયો છે. તેમણે ૧૨ વર્ષ સુધી સિંગાપોરમાં પોલીસ અધિકારી તરીકે કામ કર્યું. ૬ વર્ષ અગાઉ તેમણે એડિલેડ શિફ્ટ કરી દેવાયા હતા જ્યાં તેઓ મહિલાઓ માટેની જેલમાં જેલર છે.
ઓસ્ટ્રેલિયા ૨૦૧૮ માસ્ટર શેફમાં વિજેતા બનવા બદલ તેમને અઢી લાખ ડોલરનો રોકડ પુરસ્કાર પણ મળ્યો. પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરીને ત્યાં લોકોને ભારતીય અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ ફૂડ ખવડાવવાનું ચેલિયાનું સપનું છે. તેઓ સજા કાપી ચૂકેલા કેદીઓને નોકરી પર રાખીને તેઓ ફરી પગભર થાય તે માટે મદદરૂપ થવા પણ ઇચ્છે છે.