નવી દિલ્હીઃ સરહદે ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસ કરનારા ચીનની સરકારી અને ખાનગી કંપનીઓ ભારતીય બજારમાં મોટા પાયે ઘૂસણખોરી કરી ચૂકી છે. આ સિલસિલો ૨૦૧૦માં શરૂ થયો હતો. એ વર્ષે ચીની કંપનીઓએ ભારતમાં ફક્ત રૂ. ૧૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ એ પછી આ આંકડો વધતો ગયો.
૨૦૧૮ અને ૨૦૧૯માં બે જ વર્ષમાં ચીની કંપનીઓએ ભારતમાં રૂ. ૮૫ હજાર કરોડનું રોકાણ કર્યું. ૩૫ ટકા ચીની કંપનીઓ માને છે કે, ૨૦૨૨ સુધી ભારતીય અર્થતંત્રમાં તેજી આવી જશે.
દેશમાં ૭૫થી વધુ કંપનીઓમાં ચીનનું જંગી મૂડીરોકાણ છે. આ કંપનીઓ ઈ-કોમર્સ, ફિનટેક, મીડિયા/સોશિયલ મીડિયા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની છે. ૩૦ યુનિકોર્ન (૧ અબજ ડોલર એટલે કે ૭૬૦૦ કરોડથી વધુ વેલ્યુના સ્ટાર્ટઅપ)માંથી ૧૮માં ચીનનું રોકાણ છે. જ્યારે રૂ. ૭૬૦૦ કરોડથી વધુ વેલ્યુ ધરાવતા તમામ સ્ટાર્ટઅપમાં વિદેશી રોકાણ છે, જેમાંથી ૬૦ ટકામાં ચીનના પૈસા છે.
બ્રાન્ડ રકમ (રૂ. કરોડમાં)
• સ્નેપડીલ ૫૩૨૦
• સ્વિગી ૩૮૦૦
• ઓલા ૩૮૦૦
• પેટીએમ.કોમ ૩૦૪૦
• ફ્લિપકાર્ટ ૨૨૮૦
• બિગ બાસ્કેટ ૧૯૦૦
• ઝોમેટો ૧૫૨૦
• હાઈક ૧૧૪૦
• પેટીએમ મોલ ૧૧૪૦
• ઓયો ૭૬૦
• બાયજૂઝ ૩૮૦