ભારતીય હમિદ પર પાક.ની જેલમાં બે મહિનામાં ત્રણ વાર હુમલા

Saturday 06th August 2016 06:56 EDT
 
 

પેશાવર: પાકિસ્તાનના નકલી આઈકાર્ડ રાખવા બદલ પાક. સેનાની કોર્ટ દ્વારા અપાયેલી સજાનો સામનો કરી રહેલા ૩૧ વર્ષીય ભારતીય હમિદ અન્સારી પર તાજેતરના મહિનાઓમાં ત્રણ વખત હુમલો કરાયો છે તેમ ભારતીય કેદીના વકીલે જણાવ્યું છે.

૨૦૧૨માં અફઘાનિસ્તાનમાંથી ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં પ્રવેશવા બદલ હમિદ નેહલ અન્સારીની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈનો અન્સારી ઓનલાઈન મિત્ર બનેલી યુવતીને મળવા માટે પાકિસ્તાન ગયો હતો. તેના વકીલ કાઝી મોહમ્મદ અનવરે પેશાવર હાઈ કોર્ટની ખંડપીઠને જણાવ્યું હતું કે, તેના અસીલને મૃત્યુ દંડની સજાનો સામનો કરી રહેલા ગુનેગારો સાથે રખાયો છે. અન્સારી પર છેલ્લા બે મહિનામાં ત્રણ વખત હુમલો કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter