નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકીઓ મુદ્દે કેનેડા સાથે જારી વિવાદ વચ્ચે એનઆઇએ ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના વડા ગુરપતવંતસિંઘ પન્નૂની પંજાબમાં સ્થિત સંપત્તિઓ જપ્ત કર્યા બાદ હવે અન્ય 19 ભાગેડુ ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ આવી જ કાર્યવાહી કરવાની તૈયારીમાં જ છે. એનઆઇએએ તેમની યાદી પણ જાહેર કરી છે.
યાદીમાં સામેલ તમામ આતંકીઓ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે, જેમણે બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઇ કે પાકિસ્તાન સહિત વિદેશોમાં આશ્રય લીધો છે. યુએપીએની કલમ 33(5) હેઠળ તેમની ભારતમાંની સંપત્તિઓ જપ્ત થશે. તેઓ વિદેશી ધરતી પરથી ભારતવિરોધી પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે ગુરપતવંતસિંઘ પન્નૂના સંગઠન એસએફજે પર 2019માં યુએપીએ હેઠળ પ્રતિબંધ લાદ્યો હતો, જે અંગેના ગૃહ મંત્રાલયના જાહેરનામામાં જણાવાયું હતું કે એસએફજે પંજાબમાં અલગતાવાદને ઉત્તેજન આપે છે.
આતંકી (દેશ)
પરમજીતસિંઘ પમ્મા (બ્રિટન)
વાધવાસિંઘ બબ્બર (પાકિસ્તાન)
કુલવંતસિંઘ મુઠડા (બ્રિટન)
જે.એસ. ધાલીવાલ (અમેરિકા)
સુખપાલસિંઘ (બ્રિટન)
હરપ્રીત ઉર્ફે રાણા સિંઘ (અમેરિકા)
સરબજીતસિંઘ બેનર (બ્રિટન)
કુલવંતસિંઘ ઉર્ફે કાંતા (બ્રિટન)
હારજપ ઉર્ફે જપ્પીસિંઘ (અમેરિકા)
રણજીતસિંઘ નીતા (પાકિસ્તાન)
ગુરમીતસિંઘ ઉર્ફે બગ્ગા (કેનેડા)
ગુરપ્રીતસિંઘ ઉર્ફે બાગી (બ્રિટન)
જસમીતસિંઘ હકીમજાદા (દુબઇ)
ગુરજંતસિંઘ ઢિલ્લો (ઓસ્ટ્રેલિયા)
લખબીરસિંઘ રોડે (કેનેડા)
અમરદીપસિંઘ પરેવાલ (અમેરિકા)
જતિન્દરસિંઘ ગ્રેવાલ (કેનેડા)
દુપિન્દર જીત (બ્રિટન)
એસ. હિંમતસિંઘ (અમેરિકા)