વોશિંગ્ટનઃ ગત વર્ષ દુનિયામાં ૧૫ કરોડથી વધુ લોકોને ભૂખમરાનો સામનો કરવો પડ્યો. આટલુ જ નહીં તેમાંથી દોઢ લાખ લોકો એવા હતા જે ભુખમરાને કારણે મૃત્યુની અણીએ પહોંચી ગયા છે. જો તેમને તાત્કાલિક ભોજન પુરું પાડવામાં આવ્યું ના હોત તો તેમનાં મૃત્યુ નક્કી જ હતાં.
આ ચિંતાજનક ખુલાસો સંયુક્ત રાષ્ટ્રનાં ૧૬ સંગઠનના રિપોર્ટમાં થયો છે. તે દુનિયાની ૯૭ ટકા વસતીવાળા ૫૫ દેશોની સ્થિતિના આધારે તૈયાર કરાયો છે. તેમાં મોટા ભાગના આફ્રિકી દેશ છે અથવા તો એવા છે કે જે ગૃહયુદ્વ સહન કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર લોકોનું ભૂખમારથી સ્થિતએ પહોંચવા પાછળ કોરોના મહામારી પણ એક કારણ છે. ગત વર્ષ કોરોના સંકટ, ઇમરજન્સી સ્થિત અને વિનાશને કારણે મોટાભાગના લોકોએ ભોજનની જરૂરિયાત અનુભવી હતી. એવા લોકોની સંખ્યા બે કરોડની વધુ રહી. જે ૨૦૧૯માં આશરે ૧૩ કરોડ હતી.
રિપોર્ટમાં એવી ચેતવણી ઉચ્ચારાઇ છે કે ૨૦૨૧માં જ ગત વર્ષથી વધુ ભયાવહ સ્થિતિ સર્જાવવાની છે. આ અત્યંત ગંભીર અને બદતર હશે.
યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યૂટરેસે ફૂડ ક્રાઇસિસના ૩૦૭ પાનાના ગ્લોબલ રિપોર્ટના હવાલાથી લખ્યું છે કે દુનિયામાં વધારે ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. તેમાં એમની સંખ્યા વધારે છે કે જેમને તાત્કાલિક ભોજપ, પોષણ કે આજીવિકાની જરૂર વધારે હોય છે.
ગ્યુટરેસે કહ્યું કે ૨૧મી સદીમાં દુકાળ અને ભૂખમરાનું કોઇ સ્થાન નથી. આપણે તેને ઉકેલવા માટે ભૂખ અને સંઘર્ષનો સામનો કરવો પડશે.
ભૂખમરો સહન કરનાર બે તૃતિયાંશ લોકો ફક્ત ૧૦ દેશોમાં ભૂખમરાનું સંકટ સહન કરનારઓની બે તૃતિયાંશ વસતી ફક્ત ૧૦ દેશમાં કોંગો, અફઘાનિસ્તાન, યમન, સીરિયા, સુદાન, નાઇજિરિયા, ઇથોપિયા, સાઉથ સુદાન, ઝિમ્બાબ્વે અને હૈતીમાં છે. જે ભુખમરાને કારણે મૃત્યુની નજીક પહોંચ્યા હતા.