બ્રાઝિલઃ બ્રાઝિલના રાષ્ટ્રપતિ મિશેલ ટેમેરે ભૂતોના ભયથી આલિશાન મહેલ છોડ્યાના સમાચાર છે. તેમણે કહ્યું કે ભટકતા આત્મા અને ભૂતને કારણે તેમને બ્રાઝિલની રાજધાનીમાં આવેલ પોતાનાં પારિવારિક ઘરને છોડવું પડી રહ્યું છે.
બ્રાઝિલનાં સાપ્તાહિક અખબાર અનુસાર રાષ્ટ્રપતિએ એલ્વોરેડા પેલેસ છોડી દીધો છે અને તેઓ પોતાની પત્ની અને સાત વર્ષનાં બાળક સાથે ઉપરાષ્ટ્રપતિના આવાસમાં રહેવા જતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલના રાષ્ટ્રપતિઆવાસનું નિર્માણ બ્રાઝિલના વાસ્તુકાર ઓસ્કાર નાઇમેયરે કર્યું હતું. સ્થાનિક મીડિયા અનુસાર ટેમરે જણાવ્યું હતું કે તેમને આ સ્થળે કંઈક વિચિત્ર અહેસાસ થતો હતો તેને કારણે તેઓ ઘરમાં સૂઈ શકતા નહોતા. અહીં ઘરમાં તેમને ઊર્જા નહોતી મળતી, તે માટે રાષ્ટ્રપતિએ પાદરીને પણ બોલાવ્યા હતા, એમ મીડિયાએ જણાવ્યું હતું.