સિંહ સામાન્ય રીતે જંગલી ભેંસોનો શિકાર કરતો જોવા મળે છે, પરંતુ ક્યારેય જંગલી ભેંસોના ઝુંડને સિંહની પાછળ પડતાં જોયું છે અને સિંહને તેનાથી ડરીને ભાગી જતા જોયો છે..?! કેન્યાના મસાઈમારા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં આવો જ બનાવ બન્યો હતો. સિંહે દર વખતની જેમ જંગલી ભેંસના શિકાર માટે દોટ લગાવી ત્યારે પહેલાં તો જંગલી ભેંસોના ઝૂંડે તેનો પ્રતિકાર કર્યો અને પછી તેના પર વળતો પ્રહાર કર્યો હતો, તેથી ગભરાઇ ગયેલા વનરાજે રીતસર ઝાડ પર આશરો લેવો પડ્યો હતો. તેણે ઝાડની ડાળ પર લગભગ કલાક સુધીનો સમય વીતાવ્યો હતો અને ભેંસો રવાના થયા બાદ ઝાડ પરથી ઉતરીને ચાલતી પકડી હતી. જંગલમાં રાજાની જેમ ફરી મનમરજી મુજબ શિકાર કરનારા સિંહની સામે આ પ્રકારના હુમલા ભેંસ જેવું પ્રાણી કરે તેવું બહુ ઓછું બને છે. નોર્વેના ફોટોગ્રાફર ઓલવ થોકલેએ આ ફોટો લીધો છે.