અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત અમેરિકન સંસ્થા ‘નાસા’એ મંગળ ગ્રહ પર રહસ્યમય સ્ટ્રકચર દર્શાવતી આ તસવીર રિલીઝ કરતાં દુનિયાભરમાં કૌતુક ફેલાયું છે. મંગળ પર ફરતા ‘નાસા’ના ક્યુરિયોસિટી રોવરે ઝડપેલી આ તસવીરે અનેક રહસ્યો સર્જ્યા છે. તસવીર જોતાં પહેલી નજરે તો એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ ખડક કે પથ્થરને કાપીને રસ્તો બનાવાયો છે. દરવાજા જેવા દેખાતા આ માળખાની અંદર શું છે તેની તો જાણ થઈ નથી પણ એક અનુમાન એવું થઇ રહ્યું છે કે તેમાં કોઈ જીવ વસવાટ કરતા હોય તેવું બની શકે છે.