ભોપાલ-જયપુર-લખનઉઃ ઉત્તર ભારતના ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મૂશળધાર વરસાદને કારણે ૧૫મીએ પૂર જેવી સ્થિતિ હતી. જેથી કેટલાક વિસ્તારોમાં ૧૬,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના દેવીપટનમ પાસે ગોદાવરી નદીમાં રવિવારે બપોરના સમયે હોડી ડૂબી જવાના કારણે ૧૨ લોકોનાં મોત થયાં છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાને કારણે ઓછામાં ઓછા ૨૮ લોકોનાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રમાં ડૂબી જવાને કારણે ૧૭નાં મોત થયાં હતાં.