કુઆલાલમ્પુરઃ મલેશિયાના સમ્રાટ અલ સુલ્તાન અબ્દુલ્લા રૈયતુદ્દીને દેશના નવા વડા પ્રધાન તરીકે મોહિઉદ્દીન યાસિનને નિયુક્ત કરવા માટે નિર્ણય કર્યો છે. દેશના સમ્રાટે ૨૯મી ફેબ્રુઆરીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સંસદમાં તેમને બહુમત મળી શકે છે. મોહિઉદ્દીન પહેલી સાથે શપથ લેશે.
ઉલ્લેખનીય છે કે મલેશિયાના કાર્યવાહક વડા પ્રધાન માહિતર મુહમ્મદે સમ્રાટ અલ સુલ્તાન અબ્દુલ્લાહ રૈયતુદ્દીન સાથેની મુલાકાત બાદ જાણકારી આપી હતી કે દેશના નવા વડા પ્રધાનની ચૂંટણી સંસદ કરશે. સત્તારૂઢ ગઠબંધનમાં મતભેદને કારણે મહાતિરે અગાઉ રાજીનામું આપી દીધું હતું અને સુધારવાદી સરકારનું પતન થયું હતું.