કુઆલાલુમ્પુરઃ મલેશિયાકુઆલાલુમ્પુરમાં પોલીસે પૂર્વ વડા પ્રધાન નજીબ રજ્જાકના ઘર અને ઓફિસ પર ૧૮મી મેએ દરોડા મારીને ૨૮૪ ડિઝાઈનર હેન્ડ બેગ જપ્ત કરી છે. તેમાં ૭૨ એવી પણ બેગનો સમાવેશ થાય છે, જેમાં અનેક રોકડ અને આભૂષણ ભરેલાં છે. દેશની આર્થિક ગુના તપાસ એકમના પ્રમુખ અમરસિંહે જણાવ્યું કે એક સ્થળે દરોડાથી જે જપ્ત કરાયું છે તેની કિંમતનું આકલન કરવું શક્ય નથી. 'અમારા કર્મચારીઓએ આ બેગો તપાસી અને મલેશિયન મુદ્રા રિંગેટ, અમેરિકન ડોલર સહિત વિવિધ મુદ્રાઓ, ઘડિયાળો અને આભૂષણ જપ્ત કરાયાં હતાં. આ બેગ્સની કિંમત જ રૂ. ૧.૩ કરોડ જેટલી છે. આરોપ છે કે ૨૦૧૫માં વડા પ્રધાનપદે નજીબે રૂ. ૪૭૦૦ કરોડ ખાતામાં જમા કરાવ્યા હતા, જે સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના હતા. અંદાજે ૨૦ હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. મહાતીરના સત્તામાં આવ્યા બાદ કૌભાંડની તપાસ બાદ આ દરોડા પડ્યા છે.