કરાચીઃ પાકિસ્તાનના જાણીતા કવ્વાલ અમજદ સાબરીની અજાણ્યા શખ્સોએ જાહેરમાં ગોળી મારી હત્યા કરી હતી. સાબરી કારમાં જતા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બનાવમાં સાબરી સહિત ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. આ ઘટના કરાચીના લિયાકતબાદ વિસ્તારમાં બની હતી. આતંકી સંગન તહેરીક-એ-તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. લિયાકતબાદ-૧૦ ચોક પાસે બે બાઇકસવારે તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. તેમની જાણીતી કવ્વાલીઓમાં ‘ભર દો ઝોલી મેરી...’, ‘તાજદાર એ રહમ...’ છે. સિંઘ સેન્સર બોર્ડના ચેરમેન ફખરી આલમે ટ્વિટ કરી જણાવ્યું કે સાબરી સિક્યુરિટી માટે એપ્લિકેશન સબમીટ કરી ચૂક્યા હતા, પરંતુ ગૃહ મંત્રાલયે કોઈ પગલાં લીધાં ન હતાં.