જેરુસલેમઃ ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ ભારતના વિશ્વવિખ્યાત ગણિતજ્ઞ રામાનુજનને યાદ કરતા જણાવ્યું હતું કે તેમનું યોગદાન સમગ્ર વિશ્વ માટે યાદગાર છે. તેમની અંદર જે કુશળતા હતી તેમાં ભારતનું ટેલેન્ટ છતું થાય છે. અમને ભારતીયો માટે બહુ શ્રદ્ધા છે. મારા સદ્ગત કાકા એલિશા નેતન્યાહૂ ગણિતના પ્રોફેસર હતા.
તેમને પણ રામાનુજનમાંથી બહુ પ્રેરણા મળી હતી. તેમણે મને ઘણી વખત કહ્યું હતું કે તેઓ મહાન ભારતીય ગણિતજ્ઞ રામાનુજનનું સન્માન કરે છે. તેમનું કહેવું હતું કે રામાનુજન ૨૦મી સદીના સૌથી મોટા ગણિત વિદ્વાન હતા. એટલું જ નહીં તેઓ છેલ્લી કેટલીક સદીઓમાં થઈ ગયેલા મહાન વિદ્વાનોમાંના એક હતા. આ ભારતના લોકોની કુશળતાનું એક પ્રતિક છે. બંને દેશો વચ્ચેની કુશળતા અહીં એકબીજાને પ્રેરણા આપતી રહેશે.