જાપાનના અોશીમા ટાપુ પર આજકાલ હાલત એવી છે કે ત્યાં વસતા માણસો કરતા બિલાડીઅોની સંખ્યા વધારે છે. કારણ તમે સમજી જ ગયા હશો. જી હા, થયું છે એવું કે ટાપુ પર આવતી નાવના ભંડકીયામાં ભરાઇને આવતા ઉંદરોએ ટાપુ પર અડ્ડો જમાવતા તેમને દૂર કરવા માટે ન છૂટકે બિલાડીઅોને મંગાવવી પડી. હવે એવું થયું છે કે ઉંદરો ઘટી ગયા છે પણ બીલાડીઅોની વસતી ટાપુ પર વધી ગઇ છે. અત્યારે ટાપુ ઉપર ૨૨ માણસોની વસતી છે પણ બિલાડીઅોની સંખ્યા ૧૧૦ જેટલી છે. બિલાડીઅોના કારણે હવે આ નાનકડો ટાપુ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.