ચિમ્પાન્ઝીમાં મનુષ્યો જેવા અનેક ગુણ કે લક્ષણ જોવા મળે છે અને આથી જ તો એ મનુષ્યનું સૌથી નજીકનું સ્વરૂપ મનાય છે. ચિમ્પાન્ઝી માત્ર આપણા જેવો વ્યવહાર જ નથી કરતાં એકબીજા સાથે સંવાદ પણ કરે છે. સેન્ટ્રલ આફ્રિકાના કોન્ગો બેઝિનમાં એક માતાએ જ્યારે બાળ ચિમ્પાન્ઝીને ગલગલિયાં કર્યા તો એ ખડખડાટ હસવા લાગ્યું હતું. બાળ ચિમ્પાન્ઝીના આ નિર્દોષ સ્મિતને ફોટોગ્રાફર રમેશ કૃષ્ણમૂર્તિએ પોતાના કેમેરામાં કંડારી લીધું હતું. બીબીસી અર્થે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી આ તસવીરને હજારો લાઇક મળી છે. એક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ચિમ્પાન્ઝી નિઃસ્વાર્થ ભાવે એક-બીજાની મદદ કરે છે.