ઈજિપ્તના એક વ્યકિતએ વિશ્વની સાતેય અજાયબીઓની સૌથી ઝડપી મુલાકાત લઈને વિશ્વવિક્રમ સર્જ્યો છે. 45 વર્ષીય મેગ્ડી ઈસાએ ગ્રેટ વોલ ઓફ ચાઈનાથી તેની સફરની શરૂઆત કરી હતી. જે બાદ ભારતમાં તાજમહેલ, જોર્ડનમાં રોઝ-રેડ સિટી ઓફ પ્રેટા, રોમના કોલોસીયમ, બ્રાઝિલના ક્રાઈસ્ટ ધ રિડીમર, પેરુમાં માચુ પિચ્યુના લોસ્ટ સિટી અને અંતે મેક્સિકોના ચિચેન ઈઝાના પ્રાચીન શહેરની મુલાકાત સાથે તેની વિક્રમસર્જક યાત્રાનું સમાપન કર્યું હતું. તેણે માત્ર દિવસ 11 કલાક અને 52 મિનિટમાં વિશ્વની સાત અજાયબીઓની મુલાકાત લઈને અગાઉના જેમી મેકડોનાલ્ડના રેકોર્ડને 4.5 કલાકના માર્જિનથી તોડ્યો છે.