સ્ટુટગાર્ડ (જર્મની)ઃ આ કારના કન્ટ્રોલ માટે નથી સ્ટીયરિંગ કે નથી પેડલ. તેને ડ્રાઇવ કરવા માટે માત્ર ‘જેલીફિશ’ જોયસ્ટિક પૂરતી છે. બેટરીથી ચાલતી આ ફ્યુચરિસ્ટિક કાર મર્સિડિસ બેન્ઝે બનાવી છે. Vision AVTR નામની આ ઇલેક્ટ્રિક કાર જોકે એક કન્સેપ્ટ કાર છે. તેને બજારમાં ઉતારવાનો કંપનીનો આશય નથી. Vision AVTRની મેક્સિમમ સ્પીડ પ્રતિ કલાક માત્ર 15 માઇલ (24 કિમી)ની છે. કારની વિશેષતા એ છે કે તે શ્વાસથી કંટ્રોલ એટલે કે મુવ થાય છે. કારમાં સ્ટીયરિંગ કે પેડલ પણ નથી. માત્ર ‘જેલીફિશ' જોયસ્ટિકથી ડ્રાઇવ થશે. આ કાર જેમ્સ કેમરનની ફિલ્મ ‘અવતાર; ધ વે ઓફ વોટર’ની પાર્ટનરશિપમાં તૈયાર કરાઇ છે અને આ ફિલ્મની માફક પર્યાવરણવાદને પ્રમોટ કરે છે. કારની બેટરી માત્ર 15 મિનિટમાં કુલ ચાર્જ થઇ જાય છે અને એક વાર ફૂલ ચાર્જ કર્યા બાદ 430 માઇલ (692 કિમી) ચાલે છે. ચારેય વ્હીલની સેપરેટ મોટર છે. કારની વર્ચ્યુઅલ કંટ્રોલ પેનલ ડ્રાઇવરના હાથના ઇશારા અને શ્વાસથી કંટ્રોલ થાય છે. કારમાં બે ગ્લાસ ડોર છે, જે અપ-ડાઉન ખૂલે છે. બે ડીપ બકેટ સીટ અને સ્લીક સેન્ટર કોન્સોલ છે. આ કોન્સોલ સીટની પાછળથી જ્યાં નોર્મલી ડેશબોર્ડ અને કંટ્રોલ પેનલ હોય છે ત્યાં સુધી ફેલાયેલું છે. કોન્સોલ સ્ક્રીન પર ડ્રાઇવર કારની આસપાસનો વ્યૂ જોઇ શકે છે. કારની સીટ્સ વીગન લેધરની બનેલી છે અને આસપાસની લાઇટ્સ પ્રમાણે કલર બદલે છે. કારની બેકસાઇડમાં સોલર સેલ્સની પેનલ લાગેલી છે, જે સૂર્યની સાથે સાથે પોતાની દિશા બદલે છે.